હું હવે તને પ્રેમ કરું છું છૂપી રીતે નહિ, પરંતુ ખુલ્લી રીતે. હું ન તો "આગલા" કે "પાછલા" તારા પુષ્પગુચ્છોને સળગાવતો નથી. હસવું કે રડવું, પણ હવે હું તને પ્રેમ કરું છું હું ભૂતકાળને ઈચ્છતો નથી - અને ભવિષ્યને હું જાણતો નથી. ભૂતકાળમાં - "મેં પ્રેમ કયર્ો" એ કોઈપણ કબર કરતાં વધુ દુ:ખદાયક છે - મારી ભીતરનું બધું જ કોમળ, ઉદાસીન અને કઠોર છે. કવિતામા કવિએ કહ્યું છે તેમ છતાં : "મેં તને પ્રેમ કર્યા, અને એ શકય છે કે પ્રેમ હજુા યે..." જેને ફેંકી દેવામાં આવ્યું છે તેના વિષે જે રીતે તેઓ વાત કરે છે અને તેમાં ઉદાસીનતા અને ગરીમાને ભૂલી જવા જેવું છે, પદભ્રષ્ટ રાજા જેવું. આ ઉદાસીનતા કે જે ભૂતકાળ છે તેમાં કઠોર પ્રયાસ ગુમાવી દેવામાં આવ્યો છે, અને કેમ જાણે "હું પ્રેમ કરું છું" એ બાબત પ્રત્યે અવિશ્વાસ હોય. હું તને હવે પ્રેમ કરું છું "સાચ્ચેજ" કે એવા વચનો વિના! મારો સમય હવે આવ્યો છે - હું મારા કાંડા કાપીશ નહિ! અત્યારે અને હવે હું ભૂતકાળમાં શ્વસતો નથી અને હું ભવિષ્ય વિશે ભ્રમણાઓ સેવતો નથી. હું પાણીના ઝરણાંમાંથી ચાલુ છું તારા તરફ - જો કે સુકાન વિના. મારાં પગની આસપાસ લોખંડની સાંકળો સાથે. માત્ર સભાનપણે મને દબાણ આપવા "હું પ્રેમ કરું છું" ની પાછળ "હું કરીશ˜એવું ઉમેરવા". આથી વિપરીત "હું કરીશ" એ જો કે વિચિત્ર લાગે, બનાવટી સહી, એક સોડ, કટોકટી વેળાએ નાસી જવાનો રસ્તો, પ્યાલાને તળિયે વિષ, અને જાણે કે વર્તમાનને ફટકારતાં હોય તેમ, એક શંકા કે હું હવે તને પ્રેમ કરું છું. હું ફ્રેન્ચ સ્વપ્ન પ્રતિ જોઉં છું સમયની વિપુલતા સાથે, જયાં ભવિષ્યમાં - ભૂતકાળની જેમ નહિ - તે અલગ છે મારી મજાક ઉડાવાઈ છે, ભાષાકીય અડચણે મને કહેણ પાઠવાયું છે. અરે! ભાષાઓની ભિન્નતા, તે સિથતિ નથી - એ એક નિષ્ફળતા છે! પરંતુ અમે બંને પ્રયત્ન કરીશું અને રસ્તો શોધી કાઢીશું. હું ગુંચવાયેલા સમયમાં તને પ્રેમ કરું છું - ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ.
© બળવંતંત જાની. અનુવાદ, 2015