તે રાત્રે મેં જરા પણ મદિરાપાન ન કયુઁ મે ન તો વાતો કરી કે ન (ગીત) ગાયાં હું માત્ર તેણીને જોઈ રહ્યો હતો અને બીયરની ચુસ્કી લઈ રહ્યો હતો. પણ તેણીની સાથે એ જે પહેલા હતો તેણે કહ્યું: તું હવે દરવાજા તરફ જઈ રહ્યો છે. તેણે કહ્યું: તું હવે જઈ રહ્યો છે કારણ કે તારા માટે હવે અહી કશું જ નથી. અને તે જે પહેલા તેની સાથે હતો, મને વધુ ચીઢવવા લાગ્યો પણ મે તેને ન ગણકાયૉ, મે તેને ન જ ગણકાયૉ. મારો જવાનો સમય થયો ત્યારે તેણીએ કહ્યું: "તું જાય છે? ના, ના, ના!" "તું નહિ જાય, ના, ના, ના. હજુા ઘણું એ વહેલું છે." પણ તેણે જે પહેલા તેની સાથે હતો, મારી સાથે લડવાનું નકકી કયુઁ હતું. હું તેને યાદ હતો, હા, હું તેને યાદ હતો. કલ્પી જૂઓ કોની સોબતમાં અમે મળીએ? કલ્પી જૂઓ કોની સોબતમાં અમે મળીએ? આઠ, બધા મળીને (અલબત્ત). હું દોડયો નહિ, મેં છરી કાઢી. તું નાલાયક, મારું જીવન નહિં છીનવી શકે! આપણે લડી લઈશું. હું નિરર્થક માયોઁ નહિ જાઉં મેં પ્રથમ પ્રહાર કયૉ. મેં પ્રથમ છોકરાને છરી ફેલાવી. મારે તેમ કરવું પડયું હતું. તેઓએ પ્રહાર કયૉ, તેઓ થોભ્યા નહિ. લડાઈ ચાલુ હતી. લડાઈ અટકાવવાની કે શાંત કરવાની કોઈ તક ન હતી. કોઈક પાછળથી મારા પર કૂદયું. મેં પહોચીને તેને પ્રહાર કરવાનો પ્રયત્ન કયૉ મેં પહોંચીને તેને પ્રહાર કરવાનો પ્રયત્ન કયૉ. પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. આખરે પોલીસ આવ્યા. તેઓએ હોસ્પીટલને જેલમાં બદલી નાખી. એ પ્રોત્સાહક લાગ્યું, એ પ્રોત્સાહક લાગ્યું. સર્જન બંને હાથથી મારા પર કાપો મૂકયો, તેણે કહ્યું: "સંભાળ ભાઈ, જો તું તેમ કરી શકે તો," તેણે કહ્યું: "સંભાળ ભાઈ, જો તું તેમ કરી શકે તો." અને મેં (જાતને) સંભાળી. મેં ખૂબ મોડેથી હોસ્પીટલ છોડી. દિલગીરીપૂર્વક તેણીએ રાહ ન જોઈ. પરંતુ હું તેણીને માફ કરું છું. બિલકુલ ધૃણા નથી. અલબત્ત, મેં તેણી માટે બધુ જતું કયુઁ. તે જે પહેલા તેની સાથે હતો, તે જે પહેલા તેની સાથે હતો - હું તેની રાહ જોઈશ! અલબત્ત, મેં તેણી માટે બધું જતું કયુઁ તે જે પહેલા તેની સાથે હતો, તે જે પહેલા તેની સાથે હતો - હું તેની રાહ જોઈશ!
બળવંતંત જાની. અનુવાદ, 2015