આપણાં બોલાયેલા પ્રત્યેક શબ્દને આ મહેંકતી,
ઝાકળ બિંદુવાળી શાખાઓ છુપી રીતે સાંભળે છે પક્ષાીઓના કલકલાટ મને આતુર બનાવે છે
આ સુંદર મહેંકતા જંગલમાંથી આપણે જો આપણું પ્રવેશદ્વાર કંડારી શકીએ
પરંતુ આ સંદભૅ તું અજાણ જણાય છે.
તોફાની પવનમાં છો આ ચેરી વૃક્ષાનાં પાન ઝીર્ણ વસ્ત્રની પેઠે ફાટી જાય,
છો આ પોયણાં વરસાદમાં ખરી પડે
હું તને મારી બાહોશમાં આ કથાથી કયાંય દૂર લઈ જઈશ
એક રાજમહાલયમાં, જયાં લોકગાયકો મધુર પંકિતઓ રટયા રાખે છે.
તારું અસ્તિત્વ, તાંત્રિકના જાદુઈ શબ્દો વિરુદ્ઘ
મારાથી સુરક્ષિાત છે,
અને તું સાચે જ માને છે કે
તારા સુંદર જંગલ જેટલું અન્ય કશું સુંદર નથી.
ભલે પણર્ો સવારના મૃદુ પ્રકાશમાં ન ચમકે
ભલે સૂર્ય અને ચંદ્ર આપણા ઝઘડાથી અજાણ બની જાય
હું તને મારી બાહોશમાં તને કયાંય દૂર લઈ જઈશ
સમુદ્ર કિનારાના કોઈ શહેરમાં જયાં કોઈ છેતરાતું નથી.
અઠવાડિયાના કયા દિવસે, કઈ ભવ્ય ક્ષાણે
તું છૂપી રીતે, સાવધાનીથી મારા તરફ સરકીશ!
હું તને મારા બાહોશમાં કયાંય દૂર લઈ જઈશ
એક સુરક્ષિાત સ્થાને જયાં આપણે હંમેશ સુરક્ષિાત હોઈશું.
જો મારું શાણપણ ખર્ચાય જશે તો હું તને બળજબરીથી લઈ જઈશ
શું આ ઘેલછામાં મેં હંમેશ અતિશયતા નથી આચરી?
હું તને મારી બાહોશમાં, દૂર-સુદૂર એક તંબુમાં લઈ જઈશ -
તું જો એવું વિચારે કે મારા રાજમહાલયમાં કશું ખૂટે છે.
|