મારા ઉપર બરફ છે, અને નીચે પણ બરફ છે,
શું મારે છલાંગ મારવી જોઈએ કે કોર્ક વૃક્ષાની જેમ ડોકીયું કરવું જોઈએ?
પ્રેમ કરવા માટે અને કયારેય "ના" ન કહેવાની આશાએ
મંજૂરીની પ્રતીક્ષામાં, મારે કામ અને કામ જ કર્ચા કરવું જોઈએ.
આ બરફ તૂટશે અને હું બહાર ચઢીશ
પરસેવાથી તરબતર, બિચારા હેન્ડલની માફક...
હું તારા તરફ પાછો આવીશ અને હું તને સ્મરીશ
જે જીવન આપણે જીવ્યા અને જે ગીતો હું ગાતો હતો.
હું યુવાન છું - મેં હમણાં જ ચાલીશી વટાવી છે,
સુદીર્ધ બાર વષૅાથી હું તારા અને ઈશ્વર દ્વારા બચાવાયો છું.
ઈશ્વર મને જગાડે છે. હું ઈશ્વર પ્રતિ ગીતો ગાઈશ.
મારાં ગીતો સાંભળીને તે મને નિદૉષ જાહેર કરશે.
|