ભાંડરડાંઓની કબરો પર ક્રોસ મૂકાયા નથી, અને વિધવાઓ આંસું સારતી નથી, અહી કોઈ ફૂલોના ગુચ્છ મૂકે છે, અને આંતર્ જયોત પ્રગટાવે છે. આ સ્થળે પૃથ્વી જાતે જ ઊંચે ઉપસી હતી, પરંતુ હવે તે ગ્રેનાઈટના પત્થરોથી ઢંકાયેલી છે, અહી કોઈનું વ્યકિતગત પ્રારબ્ધ નથી, બધાં પ્રારબ્ધ સાથે જ દફન છે. તમે અગનજવાળામાં વિસ્ફોટ પામતી ટેન્ક જૂઓ છો, તમે રશિયન ઝૂંપડાઓને આગ ચંપાટી જૂઓ છો, સળગતું સ્મોલેન્સ્ક અને સળગતું રીચીસ્ટેગ, અને એક સૈનિકનું સળગતું હ્રદય. ભાંડરડાંઓની કબરની બાજુમાં આંસુભરી આંખોએ વિધવાઓ ઉભી નથી, અહી જે લોકો આવે છે તેઓ મજબૂત છે, બંધુઓની કબરો પર ક્રોસ મૂકાયાં નથી, પરંતુ શું તેનાથી કબરો પરનો ભાર ઓછો થાય છે?
© બળવંતંત જાની. અનુવાદ, 2015