શિયાળાનાં દિવસોમાં આપણે કદાચ,
પર્યટનનો ઉત્સાહ અનુભવીએ -
અન્ય શહેરો આપણને આકષૅ છે,
કિવ અથવા બ્રેસ્ટ ભણી ઉડીએ,
શિયાળાનાં દિવસોમાં આપણે કદાચ.
કશુંક કારણ તો હોવું જ જોઈએ,
શા માટે આતુરતાપૂર્વક આપણે દોડી જઈએ છીએ,
ભારે દુર્ગમ એવા નવા સ્થળોએ,
ત્યાં વધુ મોજ મજા છે...
કશુંક કારણ તો હોવું જ જોઈએ.
આપણાં ઘર આપણને હુંફાળા
રાખે છે અને છતાં,
આરામની સિથતિમાં આપણે બિમાર રહીએ,
આપણે છતાં નવા મિત્રોને મળવા ઝંખીએ છીએ,
લાગે છે, તેઓ આપુણું દર્દ મટાડશે.
જો કે આપણે પ્રવાસ ખેડીએ,
આપણને આનંદિત બનાવે છે,
આપણે પાછાં આવીએ છીએ, અસ્તવ્યસ્ત લાગણીઓમાં...
આપણો તારક કયાં છે?
અહી, કે કયાંય દૂર-સુદૂર?
|