મીણબત્તીઓ ધીમે બળે છે અને બૂઝાય છે જુનુ લાકડાનું પુરાણું ભોંયતળિયું ખભ્ભાઓ પરથી નીચે ઝરે છે રજત અલંકારોની રજ. સોનેરી મદિરા છલકે છે મોટા પ્યાલામાં... ભૂતકાળ દૂર ચાલ્યો જાય છે નૂતનને જગા કરી આપવા અથૅ. તીવ્ર રીતે કંટાળીને મૃત્યુની ક્રુર આંખ માંથી ભયભીત હરણાંઓ આગળ વધ્યાં શિકારીની અસલ આગ તરફ. એક વ્યકિત જે નિદૉષ છે તેના તરફ કોઈ બંદૂક તાકે છે... બધો જ ભૂતકાળ દૂર ચાલ્યો જાય છે, દરવાજે નૂતન આવીને ઉભા રહે છે. કોઈ કનિષ્ઠ, અનિષ્ટ આનંદ સાથે તાકે છે ધારદાર ઝેરીલા તીર સૂર્યાસ્તના રતુમડાં સમયે. સંગીતના તોફાની પવનમાં, સંગીતની સુરાવલિઓ તાજી થાય છે... બધો ભૂતકાળ તેની સાથે જાય છે, તેના સ્થાને નૂતન(સમય) આવે છે.
બળવંતંત જાની. અનુવાદ, 2015